A place that your reading hobby wants !

Breaking

Today's Top News

Thursday, June 15, 2017

યુવા પેઢી : Young Generation !!!


              " કરાગ્રે વસતે લક્ષ્મી , કર મુલે સરસ્વતી , કર મધ્યે ગોવિંદ. પ્રભાતે કર દર્શનમ "...!!!
              
એવું કહેવાના બદલે એમ કહીએ તો ચાલે કે કરાગ્રે વસતે વ્હોટસ એપ  ,કર મૂલે  ફેસબુક , કર મધ્યે ઇન્સ્ટાગ્રામ  , પ્રભાતે કર દર્શનમ મોબાઈલ.
કારણકે ,
  આજની આ પેઢી ને એમ બંધ બેસતું છે  . આજના લોકો સવારે હાથ  જોઈ ને આ  શ્લોક બોલવાને બદલે હાથ માં મોબોઇલ પકડીને ચાર્જીગ જ ચેક કરે છે. 😀😀પહેલા એમ કહેવાતું ક રાત્રે આંખ બંધ થાય તો નીંદર આવે પણ અત્યારે નેટ બંધ થાય તો નિંદર આવે . આપણા માનનીય વડાપ્રધાન એમ કહે આપણી પાસે 40 કરોડ નું યુથ (યંગ જનરેશન ) પડ્યું છે. જે આપણું ભવિષ્ય છે .પણ જો આ પેઢી સોશ્યિલ મીડિયા માં ટેક અવે કરી દે તો   ??    તો વિચારવાની વાત રહી !!
               વેલ ,લોકો એમ કહેતા રે કે આજની પેઢી બગડી ગઈ છે .પણ આજની પેઢી બગડી નથી પણ બદલાઈ છે , જેને આ બદલાવ પસંદ નથી એ લોકો એમ કહે છે કે આજની પેઢી બગડી છે.  જો નદી નું પાણી બદલાય નહીં તો એને બદલવું જોઈએ નહીંતર તે પાણી બગડી જા પછી  એમાં મચ્છર થાય. ના બદલાતું હોય તો પણ ધક્કો મારીને બદલવું જોઈએ  પણ હા એ નદી નું વહેણ ના બદલાવું જોઈએ
            જયારે સુનીલ ગાવસ્કર ક્રિકેટ રમતો એટલે એમ કહેવાતું કે આનો કોઈ વિકલ્પ નથી .પણ પછી તરત જ સચિન રામાકાન્ત તેંડુલકર "ગોડ ઓફ ક્રિકેટ" તરીકે બહાર ઉભરી આવ્યો. અને એના પછી તો એમ લાગ્યું કે બસ હવે એનો કોઈ અનુજ નથી . પણ એના પછી આવ્યું "રન મશીન" વિરાટ કોહલી.  અને કહેવાય છે કે જે રેકોર્ડ બનાવતા સચિને 25 વર્ષ લાગ્યા છે એ જ કામ કોહલી 15 થી 17 વર્ષ માં પૂરું પાડી દેશે . તો આ કઇ પેઢી !!!!!!!
              તો મિત્રો મુદ્દો એમ છે કે  નવી પેઢી ને જરૂર છે તો રસ્તાની ,ગોલ ની . નહીં કે રોકવાની,   ઉડવાડો  ને    નવી પેઢી ને ......... . ફાટેલી પતંગો ઉડે .બાકી તો નવી પતંગો સૂટકેસ માં પડી રહે પણ એ ધ્યાન રાખવું પડે કે પતંગ નો માંજા થી ( દોરી) કોન્ટેક તૂટવો  ના જોઈએ . જેમાં દોરી નું કામ આપણા  વડીલો એ  કરવાનું છે . નહીં કે પવનનું , કારણ કે પવન નું કામ  તો  થતું રહશે .પછી......
જસ્ટ વેઇટ .. કારણ કે ઉતાવરે અંબા ના પાકે . કેરી આંબા ઉપર પાકે એમાં જ મજા છે . નહીં કે બજાર માં ..
              પહેલા ના લોકો ઇન્ટેલિજન્ટ હતા પણ અત્યાર લોકો  તો  સ્માર્ટ એન્ડ કલેવર છે .એમને એકલા કામ થી નહીં પણ સાથે ટાઇમ થી પણ મતલબ છે. એ તો  આપણા બધાની નજર સમક્ષ છે .  ફર્ક એટલો જ છે કે જમાનો રેમિક્સ નો આવી ગયો છે બાકી તો બધું રિમેક જ છે .હોલિવૂડ ના  007  જેમ્સ બોન્ડ જેવું "twomorrow never dies"
 કારણ કે ક્રિકેટ ટેસ્ટ થી લઈને T 20 સુધી આવી ગઈ છે. એના પણ જો વરસાદ પડે તો T20 મેચ 15 થી 8 ઓવર સુધીની પણ રમી નાખે .એમાં જરા પણ છૂટછાટ નહીં ચલાવી લે .આજના લોકો ને મોબાઈલ માં નેટવર્ક પ્રૉબ્લેમથી ઈમેજ નું ચકકેરું ફરે તો તેન્શન આવી જાય . જાણે કે ચૂંટણીનું પરિણામ  ના હોય ?? કારણ કે આજની પેઢી બહુ સેન્સિટિવ છે. તમે જોઉં હશે કે સ્ટડીના  ટેન્શન થી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હશે પણ કોઉ રાજનેતા એ ચૂંટણીના પરિણામ  થી આત્મહત્યા કરી હોય એવું સાંભર્યું છે ભારતના 70 વર્ષ ના ઇતિહાસમાં??
                    મોરારી બાપુએ એક ઇન્ટરવ્યૂમાં માં કહેલું કે કથા માં પબ્લિક વધી છે નહી કે ઘટી . ફકત તફાવત એટલો છે કે સરદારે એકતાના ના મિશન થી ભારત કનેક્ટ કર્યું  હતું તો માર્ક જુકરબર્ગે  ફેસબૂકે થી દુનિયા ને કનેક્ટ કરી છે.બાકી મિશન એન્ડ વિઝન તો સરખું જેવું છે . તો વાત એટલી જ છે કે નવી પેઢીને જરૂર છે વિઝન ની , નહીં કે
ડાઈવર્જનની .
               જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા તે વખતે એક કેબિનેટ બેઠક માં વાત ચર્ચેલી કે દરેક કેબિનેટ મંત્રી એ પોતાનું ફેસબુક એકાઉન્ટ રાખવું.  તો ગણા ને એમ થયેલુ કે વરી આ કઈ બેન્ક નું એકાઉન્ટ છે.તો પછી મોદી સાહેબે એમના તરફ જોઉં તો જાતે જ સાહેબ ની બોડી લેન્ગવેજ એ  સમજી  ગયા . વાત એમ છે કે યુસ ઓફ ટુલ્સ. ઉપયોગ કઇ રીતે કરવો આ બધાનો આજની પેઢી ને અપડેટ કરવાની જરુર જ પડે એમ ખાસ નથી લાગતું . પેલા એમ હતું કે છોકરાઓ મોટા થાય એટલે કે કોલેજમાં જાય એટલે મોબાઈલ નો ઉપયોગ કરતા  પણ અત્યારે તો બાળક હજુ 2 વર્ષનું હોય ને બીજા ના ફોન માં જેન્ડર (xender) કનેક્ટ કરીને ગેમ લઈને રમતું હોય કારણ કે બાળક જન્મે છે એવું જ પોતાના પિતા નું મોઢું નહીં પણ મોબાઇલ ના કેમેરાને જુવે છે. કારણ કે એના પપ્પા પણ મોબાઇલ ના ફોટા જ ખેંચતા હોય . પછી મોટું થઈને મોબાઈલ જ માંગે ને !!!

                               એક ફિલ્મ આવેલી "નીલ બત્તે છન્નાતા ". જે ફિલ્મ આજ ના વાલીઓ એન્ડ છોકરાઓ જોયા જેવી છે . એમાં સ્ટોરી એમ છે કે એક કામવાળી બાઈ હોય છે . જેની એક છોકરી ,જે ભણતર માં નબળી હોય છે . તો એ છોકરી એમ વિચારતી હોય છે કે" એક ડૉક્ટર નું બાળક ડૉક્ટર બને , એન્જિનિયર નું બાળક એન્જિનિયર બને  તો એક કામવાળી ની છોકરી કામવાળી જ બને ". પણ એની માં એને રોજ આમ કહે કે હું તો કામવાળી ખરી પણ તું એ ના બનતી.પણ છોકરી સ્ટડી માં ધ્યાન આપે નહીં એન્ડ મોજ કર્યા કરે. પછી એની માં એક નિર્ણય લે છે કે હું જાતે જ સ્કૂલે જઈશ અને એની સાથે અભ્યાસ કરીશ . જો હું આ ઉંમરે એ કરી શક્તિ હોય તો એ કેમ ના કરી શકે.પછી તો બહું રસપ્રદ સ્ટોરી છે . પણ ટૂંક માં એમ કે બંને જણ સાથે 10 મું ધોરણ પાસ કરે છે . એન્ડ છોકરી આગળ નો અભ્યાસ પૂરો કરી IAS ઓફિસર બને છે .
 
                   તો અત્યારની પેઢીને જરૂર છે તો જસ્ટ ડિરેકશન. અત્યારના વાલીઓ પોતાના સંતાનો ને સપના આપે છે . પણ એમને જરૂર છે તો એક હૂંફ ની. સપના તો એમ ને છે જ ઓલરેડી.હા મોટા થઈને એમના સપના પુરા કરે એ વાત અલગ છે.કરણ જોહર ના પિતાએ અગ્નિપથ બનાવેલી અમિતાભ સાથે  પણ . એના પિતા ની ફિલ્મ એને રિમેક બનાવી ને હિટ કરીને મૂકી દીધી .એને ક્યાં એના પિતા એવું કહીને ગયા હતા કે તું આ કરજે. પણ અત્યારના વાલીઓ  પોતાના સંતાનોની 90 % જિંદગી જીવી કાઢે છે. જો કે એમાં ધીરે ધીરે બદલાવ આવી રહ્યો છે.

અને છેલ્લે.....રાજ કપૂર ના પિતા પુથ્વીરાજ કપૂર એક વખતે એમને પુછેલ પ્રશ્ન માં આપણે સુંદર રીપ્લાય ..
  "  છોકરાઓ કોઈ કાચનું રમકડું નથી કે જેમને પેક કરીને  લખવું પડે ......... હેન્ડલ વિથ કેર "

  by  -   નીતિન પ્રજાપતિ

No comments:

Post a Comment

Reader's Choice

CHANGE YOUR MIND AND BECOME SUCCESSFUL - Best Motivational Videos Compilation for 2017

             Success is the purpose of life. Everyone wants to be Successful in his / her life. Being a successful person is the best achie...